| |
ભૂલકાં વિહાર ટ્રસ્ટ સંચાલિત ભૂલકાં વિહાર સ્કૂલનો વિહારવ્યોમનો દ્ધિતીય અંક આપ સમક્ષ રજૂ કરતાં આનંદ અનુભવું છું. ઇ.સ. ૧૯૯૪ માં "રેખાપાકૅ " ના ભાડાના મકાનમાં બાળમંદિર વિભાગમાં ૧૫૦ વિદ્યાર્થીઓથી શાળાની શરૂઆત કરી.આ નાનકડું બીજ ધીમે-ધીમે વટવૃક્ષ બનવા મથી રહયું છે. હાલમાં ૧૬૪૯ વિદ્યાર્થીઓ અભ્યાસ લઈ રહ્યા છે. આજે શાળામાં બાળમંદિર, પ્રાથમિક અને માધ્યમિક વિભાગ કાર્યરત છે. ભવિષ્યમાં ધોરણ - ૧૨ સાયન્સ અને કોમર્સ સુધીનું આયોજન છૅ.૨ ૧/૨ થી ૩ ૧/૨ વર્ષની નાની વયે અમારી પાસે આવતું બાળક જયારે સમાજને સોંપીએ ત્યારે એક સારો નાગરિક બને એવા અમારા પ્રયત્નો હોય છે. શાળામાં કમ્પ્યૂટર રુમ વિશાળ વર્ગખંડ, પ્રવૃત્તિ સભર રમતનું મેદાન છે. બાળકો પ્રતિવર્ષ ચિત્રકામ, શિષ્યવૃત્તિ,પ્રખરતાશોધ તથા હિન્દીની જાહેર પરીક્ષાઓમાં ભાગ લે છે. છેલ્લા ૩ વર્ષથી સતત ધોરણ -૫ માં બાળકો શિષ્યવૃત્તિ મેળવે છે. આ વર્ષે ચોર્યાસી તાલુકામાં પ્રથમ ૪ નંબર અમારા બાળકોએ પ્રાપ્ત કર્યા અને શિષ્યવૃત્તિ મેળવી. "નેશનલ સાયન્સ ફૅર " માં શાળા પસંદગી પામી અને રાંચી ખાતે ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કર્યુ. |